Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Thursday, 17 February 1983

વરસું થઇ ને વૃષ્ટિ

તું ગરજી ગરજી થાક્યો
તારે કંઠે શોષ ,
પણ કેમ કરી ધરતી રીઝે  ?
ખારાં ખારાં
સાગર તારા ,
જળ માં દોષ  !

આશિક તું છો સાવ અનાડી ,
ચૂમે મારા પગ ની પાની  ;

કેમ કરી ને હું જાણું કે
હું છું
તારા ઉરની રાણી  ?

સાગર બોલ્યો ,
 
     " હું બહુ ગરજ્યો
       પણ ઓછું સમજ્યો ,
     
       છે તારી મારી પ્રીત અનાદિ ,

       તું છો સૃષ્ટિ
       તારા જે તરસે અંગ
       ભરીશ તેમાં રંગ ,
     
       જનમ જનમ હું તારા ઉર માં
       વરસું થઇ ને વૃષ્ટિ "

--------------------------------------

Kovalam
17 Feb 1983