Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Saturday, 16 August 1986

પણ ગીત કેમ કરી ગાઉં ?

સૌને પોત -પોતાની નિરાશા છે
મને પણ છે મારી  ;

જેનું નામ લેતાં
      જેના કદમો ચૂમતા
મારા ઓઠ સૂકાયા છે ,
     
       રાતે જેટલી વાર પડખું ફેરવું છું
       તેટલી વાર
       એના ઓઠ ની લાલી નું સ્વપ્નું નીરખું છું  ;

સ્વપ્ના જ સ્વપ્ના ,

કાળી રાત માં
લાલ - પીળા સ્વપ્ના  !

રાતરાણી ના શમણા

મઘમઘતા મોગરાની
વેણી ના શમણા ,

શ્રાવણ ને સરવડે મને
ચંપાની રમણા  ;

કસુંબલ કેસૂડાં જેવી તારી
બે આંખો ની ભ્રમણા  ;

મેં તને છેલ્લું ક્યારે કહ્યું હતું કે
હું તને ચાહું છું  ?

સ્વપ્નમાં તારા જયારે ,
આવ્યો હતો છેલ્લો ત્યારે  ?

મારે ગાઉં છે ,
પણ ગીત કેમ કરી ગાઉં  ?

આજે મેઘ ને મલ્હાર છો રડાવે ,
મારા ઓઠ ને
કોણ આવે આડે  ?

મારી આંખો ના નીર તારા કદમો ને ચૂમે ,
તો
તારા દિલ ની હરિયાળી શું ઝૂમે  ?

-------------------------------------------------------------------------------

16  Aug  1986