Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Tuesday, 24 May 1988

પ્રિતમ , મને યાદ કરજે

કહેવા ખાતર
જરાક અમથું
તેં તો કહ્યું ,

" પ્રિતમ ,
  મને યાદ કરજે ",

પછી તારી હેડકી
ક્યારે શરુ થઇ , અને
ક્યારે બંધ ?

મેં તો તને
કદી
વિસારી જ ન્હોતી  !

-------------------------------

Place Charles D'Gaulle /  Paris

Monday, 23 May 1988

સોણલું થઇ હું આજ આવીશ ,

આભમાં સૂરજરાયા નથી , ને
ટુર - ઈફીલ ને છાયા નથી  -

મારા અંતરની એકલતાના
વાદળા ,

પારી ને આજે રહ્યા ઘેરી .

વધારે ઉંડા સિન ના વારી
કે મારા ગમોનાં દરિયા ?

આજે સવારથી તારા
ભણકારા સાંભળ્યા
પ્રિયા ,

તારી પ્રિત ના આજે
પારિસની ગલીએ ગલીએ
ધબકારાં માણ્યા  --

તારી ઘેરાતી આંખોમાં
સોણલું થઇ હું
આજ આવીશ ,

છાના માના
તારા કાનમાં કહેવા ,

" પ્રિયા ,

  હું તારો જ છું ,

  ચાર ફેરા  તો શું
  લખ ચોરાશી ફેરા  ફરવા,

  જનમ જનમ નો
  કુંવારો છું  "

-------------------------------

Bank of River Sein  /  Paris

23 May 1988