Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Monday, 7 March 2016

તારે શું થવું છે ?

જો તું મને પૂછે ,
આવતે ભવે તારે શું થવું છે  ?

શું કહું ? 
શું ગણાવું ?

લિસ્ટ લાંબુ છે  !

ગોરા ગોરા તારા ગાલ પર 
કાળા તલ નું ટપકું થવું છે ;

કાળા તારા કેશ થી 
રમત રમવા 
વસંત નો વાયરો થવું છે ;

આંખ માં જો રોજ આંજે , તો 
આંજણ થવું છે  !

કર્ણ માં ઝૂલવા દે તો 
કુંડળ કંચન નું થવું છે ;

સવાર સાંજ તારા 
ઓષ્ઠ ને ચૂમવા દે તો ,
લાલ લાલ ,
લાલી થવું છે  ;

ગ્રિવા થી સહેજ નીચે 
સરકવા દે તો 
હાર હેમ નો થવું છે  ;


'ને કરવા દે જો અડપલાં 
તો  ?

તો , પીતાંબરી પાલવ થવું છે  !

પગ માં ખનકવા મળે તો 
ઝણકતું ઝાંઝર થવું છે  !

ખ્વાહીશો હઝાર છે 
કહેતા નહિ પાર છે  ; 

તારે શું થવું છે ?

મારો પણ ભરમ ભાંગે 

બોલતા તને જો 
શરમ ના'વે  !  



-----------------------------------------------------------------------------------------------------

07  March  2016