Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Wednesday, 25 May 2016

આજ નું ઉખાણું :


દાદુ- મા /  બે
ને દિકરી ચાર ,

જો , દીકરી એક
વ્હાલ નો દરિયો ,
તો
અમઘેર , મહાસાગર અપાર  !

મા / દાદુ ને , મઝ્ધારની
ચિંતા ના લગાર  !

બે જો હોય
પાર્લા / અંધેરી ની રાણી ,
ને એક હોય
યોર્ક ની મહારાણી ,

તો ટેરવા જેટલી નાની
આભ માં જઈ  અટવાણી  !

ચડી કીલીમાન્જારો ના 
કિલોમીટર છ ,
ને  કૂદી  આભથી ત્રણ  !

ઉતરી આભથી પરી 
જોઇને આંખો અમારી 
હર્ષ ના આંસૂ થી ભરી  !

બોલો , કોણ એ  ?

--------------------------------------------------------------------------------

26  May  2016

www.hemenparekh.in > Poems ( Gujarati )  







Monday, 16 May 2016

આ તે કેવી પરીક્ષા ?

સમજી શક્યો નહિ 
સમિકરણો સંસારના ,

થયી શક્યો નહિ " પાસ ",
પ્રેમ ના પેપર માં :

ચોપડી વાંચી ઘણી 
પણ ખોપડી ખાલી રહી !

માલિક  !
આ તે  કેવી પરીક્ષા  ?

જવાબ જે ગોખ્યા 
તે તણા 
સવાલ કેમ નાં પૂછ્યા  ?

પછી કહે :
  તું " ફેલ " છે  !

અરે ફરેબી  !

પહેલે થી કીધું કેમ ના 
કે :

" ડ્રોપ " લે  ,
ફરી એકવાર આવતે ભાવે ,
" પ્યાર " ની પરીક્ષા માં 
બેસ ,
' ને 
સવાલ વાંચ્યા  વિના 
લખાય તેટલી વાર લખી નાખ 
પ્રિયા નું નામ ;

લખે જો સો વાર તો 
આપું તને સો માર્ક  !

---------------------------------------------------------------------------------------------------

17   May   2016  /   #

www.hemenparekh.in > Poems ( Gujarati ) 

------------------------------------------------------

Hindi Transliteration / 04 Sept 2016

( I left for USA Studies on 04 Sept 1955 )

-------------------------------------------------------

ना समजा समीकरण 
संसार के ,


इम्तिहान थी " प्रेम " की ,
" पास " भी हो न पाया  !


बहुत किताबे पढ़ी  
पूछो ,
कोई गाइड भी छोड़ी  ?

खली पिली 
खोपड़ी क्यों फोड़ी !


मालिक  !

कैसी ए परीक्षा  !

जवाब जिनके 
जीभ पर थे ,
वो सवाल क्यों न पूछे ?


और कह दिया ,
" तू फ़ैल हो गया " !

अरे फरेबी  !

आगे से 
इतना तो बता देता ,
कान में ही कहे देता ,

"  ड्रोप ले ले इस बार ;

   जब अगली बार 
   इम्तहान हो " प्यार " की ,
   तब भूल जा  ,
   पूछे है क्या सवाल ;

   जवाब में 
   हो शके  इतना  
   लिख दे तेरी प्रिया का नाम ,

   लिखा जो सो बार 
   तो दे दू तुजे 
   सो मार्क  !

------------------------------------------

     

   
   















Thursday, 12 May 2016

ક્યાં આવી ને મળું ?

રાખ વળી ગયી છે ,
અંતર નાં ઓલવાતા અંગારા પર 
ખાક વળી ગયી છે  ;

ક્યારેક 
ક્યાંક થી 
વસંત નો વાયરો વાય ,

મારા પાલવ નીચે 
જાણે 
સાયબા નો હાથ અડી જાય ,

ત્યારે પતંગિયા ની પાંખે ઉડી 
અતીત ઓષ્ટ ને ચૂમે 
મારું મનડું ઝૂમે ,

રાખ ઉડે , ને 
રોમે રોમે 
પ્રેમ અગન માં જળુ --

" પ્રિતમ , કહે ને ,
કેમ કરી ને 
ક્યાં આવી ને મળું  ?

---------------------------------------------------------------------------

Ahemadabd Airport /  April 06 1989 

www.hemenparekh.in / Poems ( Gujarati )

Wednesday, 11 May 2016

તારે ખોળે સૂઈ જાઉં ?

તારો ઘૂંઘટ ઉઠ્હાવવાના સપના માં 
એક ઉમ્ર પૂરી થવા આવી ;

હવે એક નવી ઉમ્ર ની ખ્વાહીશ 
જ્યાં તને ,
ચુંદડી ઓઢાડવા આવીશ ;

મારા હાથે રંગી 
નિલા આભ ની વાદળી 
શર્મિલી ઉષા ની ગુલાબી ,

મેઘે ચૂમી ધરતી ની હરિયાળી ,

તને ગમે છે તે 
મેઘધનુ ની કંચૂકી ;

તું છો 
મારે ગામને ગોંદરે વહેતી 
સરિતા ,

તારે ખોળે સૂઈ  જાઉં  ?

--------------------------------------------------

Lucknow  /  28  Sept  1988  /  #

www.hemenparekh.in / Poems ( Hindi )

-----------------------------------------------------

Hindi Transliteration / 20 March 2017

------------------------------------------------------

कुछ साल पहले 
एक ख़याल था ,

घूंघट उठाके तेरा 
नज़रे मिलाने का ,
एक ख्वाब था  !

अब ए उम्र तो पूरी होने चली ,

नयी उम्र की ख्वाहिश लेके 
चला हूँ  !

आकाश जैसी नीली ,
मेघ ने जिसे चूम लिया हो 
उस धरती जैसी हरियाली ,
मानो ,
नदी में नहा के निकली हुयी 
उषा जैसी शर्मीली ,
खुद मेरे हाथो से रंगी ;


एक चूनरी 
क्या तुम्हें पहना शकु ?

"गर चाहो तो 
मेघ - धनु के रंगों से रंगी 
कंचूकी 
तुम्हे पहना शकु ?

तू हो 
मेरे गांव से गुजरती सरिता ,

तेरी गोद में 
शर छुपाके सोने का 
ख्वाब लिए चला हूँ ;

नयी उम्र का 
नया ख़याल लेके चला हूँ   




તારે શ્વાસે શ્વાસે હસી

પ્રિતમ ,

મારી પ્રીત પુરાણી 
પણ , તેં મને નાં જાણી ,
હું તો છું , 
પરભવ નું પ્રાણી  !

તારી આંખ માં નહિ 
હું તો તારા દિલ માં વસી ;

તારા આશ્લેષ માં છો ના ,
હું તો તારે 
શ્વાસે શ્વાસે હસી 

---------------------------------------------------

ahemadabad airport /  April 06 , 1989 /  #

www.hemenparekh.in / Poems ( Gujarati )

-----------------------------------------------------

Hindi Transliteration / 05 Sept 2016

-------------------------------------------------------


प्रीतम ,

मेरी प्रीत पुरानी ,
पर तूने 
ना मुझे पहचानी ;

मै ना 
इस जनम की बाशी ,
बना शके तो 
मुझे बना ले  ,
आने वाले 
हर जनम की  साथी  !

इस जनम में 
इतना समजो ,

मै तेरी आँखों में ना 
दिल में बसी हूँ  !

'गर बाँध शकी ना 
बाहों में ,
तो क्या ?

तेरे सांस सांस में 
बशी हूँ  !   








પણ કેમ કરી પહેરાવું ?

આજે વસંત ની વાટ છે ,

પલાશ ને હૈયે 
ટહુકી કોયલ,

" મને પ્રિતમ ની આશ છે  "  !

સાંભળે સ્તબ્ધ બની આકાશ 
દૂર દૂર થી 
ફાગણ ના ભણકારા ,
ભણકારા ,
ભણકારા  !

ચૈતર આવ્યો , 
પ્રિતમ નાવ્યો  ;

હોઠ ગયાં તરસી ,
આંખ ગયી વરસી  ;

વાયરો વસંત નો પ્રગટાવે 
એ અનલ ને કોણ બૂઝાવે  ?

ગુલમોર મારી  !

લાવું લાલ ઓઢણી તારી ,
પણ કેમ કરી પહેરાવું  ?

તું ઉંચી મેડી ને ઝરુખે 
ને હું ધૂળ્ધોયો 
કૂબા નો  

----------------------------------------

Pune Transit House  /  April 02 , 1989 / #

www.hemenparekh.in / Poems ( Gujarati )

Hindi Transliteration / 10 Oct 2016


--------------------------------------------------------

बसंत की राह में बैठा हूँ ,

कोयल बैठी है 
पलाश की शाख पर ,

और कूकती है :

" कहाँ है प्रीतम  ?
  मुझे उनकी आश है  "


फैलती है 
दूर दूर तक 
सूने आकाश के 
उर तक ,
फागुन की चित्कार ;

क्या कहे चैत्र  ?

" प्रीतम के लिए 
  तरस गया हूँ  ,

लगायी जो आग बसंत ने ,
उसे कौन बुज़ाए  ? "


प्रिये ,
तू है महलोँ की रानी 
मै ठहरा  कुटियों  का किरदार  

लाया हु जो ओढ़नी लाल ,
तुझे कैसे पहेनावु  ? "
  











Friday, 6 May 2016

બચ્યા જે પાંદડા બે

વાયરા વૈશાખ નાં 
આજ વાશે ,

ખૂટ્યા જલાશય માં પાણી 
'ને આંખ ના આંસૂ  !

યાદો ની વેલ ના બચ્યા 
પાંદડા બે ચાર ,

વણ ગવાયેલા ગીત નું 
વાદળું આભ માં તરસે 
પણ કેમ કરી વરસે  ?

તેં અને  મેં ,
જે રસ્તા પર ચાલવા ચાહ્યું ,
તે રસ્તો નથી રહ્યો ,
રહી છે ત્યાં 
અફાટ રણ ની રેતી  !

રહ્યા હવે 
ઝાંઝવા ના જળ ,

ખરી જશે જ્યારે 
બચ્યા જે પાંદડા બે 

આણ જે આપી તેં 
આ લોક ની 
પૂરી થશે ,

પછી તો તું 
મળી જશે  ?

-----------------------------------------------------------------------------------------------

www.hemenparekh.in > Poems ( Gujarati )

07  May   2016

-------------------------------------------------------

Hindi Transliteration / 03 Sept 2016

--------------------------------------------------------

यादो की बेल के पत्ते दो चार  !

-------------------------------------------------------


आसमान से उतरेंगे आज 
बैशाखी अनल 

बचेगे  ना  दरिया-दिल  में 
पानी के बून्द ,
और आँखों में अश्क  !

बचे है तो सिर्फ 
यादो की बेल के 
पत्ते दो चार  !

मेरे दिल की 
ज़मीं तरसे ,
मगर 
बिन गाये गीत के बादल 
आभ से कैसे बरसे ?


तूने और मैंने 
जिस राह पे चलना चाहा 
कहाँ है वो रास्ता ?

वहाँ तो फैली है 
रेत रेगिस्तान की ;

जहां भी देखो 
चल रहे है 
मृगजल के कारवाँ  !


वो भी जड़ जाएंगे 
बचे है जो पत्ते ;

खींची थी जो तूने 
लक्ष्मन-रेखा 
मरुभोम में ,

मिट जाएँगी  !
  
तब तो आ मिलोगी  ?